ફરાળી માવા કેક

સામગ્રી

1 કપ ફરાળી લોટ
 3/4 કપ દળેલી ખાંડ
 3/4 કપ મિલ્ક પાવડર/ મોળો માવો
 1/2 કપ દૂધ
 2 ચમચી દૂધ
 2 ચમચી રીફાઈન્ડ તેલ
 1 ચમચી બેકિંગ પાવડર
 1/4 ચમચી બેકિંગ સોડા
 1 ચમચી સમારેલા કાજુ
 1 ચમચી સમારેલી બદામ
  7-8 કેસર ના તાંતણા
 1 ચમચી એલચી પાવડર

 પદ્ધતિ

 ઓવન ને 180° સે પર ગરમ કરો.
 એક બાઉલમાં લોટ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને મિલ્ક પાવડરને ચાળી લો.
 કેસરના તાંતણા ને 2 ચમચી ગરમ દૂધમાં પલાળી લો.
 બીજા બાઉલમાં તેલ અને ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેને સૂકી સામગ્રીમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો હવે તેમાં ઈલાયચી પાવડર, કાજુ અને કેસરનું દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
 આ કેક બેટરને ગ્રીસ કરેલી કેક અથવા બ્રેડ મોલ્ડમાં ભરી ઉપર બદામ ની કતરણ ભભરાવી. 25-30 મિનિટ માટે બેક કરી લો.

Comments

Popular posts from this blog

Curry leaves Ice Cream

Farali Faluda

Farali Mawa Cake